જામનગરમા લમ્પી વાઈરસની વૅક્સિનમાં કૌભાંડનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લમ્પી વાઈરસની વેક્સિનમાં ગંભીર બેદરકારી મામલે બે તબીબો વચ્ચેની ઓડિયો ક્લીપ જાહેર થઇ. જે અંતર્ગત લમ્પી વાઈરસમાં ગાયોને અપાતી વેક્સિનમાં વેક્સિનની જગ્યાએ પાણી ભરી પશુ વિભાગ દ્વારા વેક્સિન અપાતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.